રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મિર્ઝાપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું
કુરુક્ષેત્ર, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં બૂથ નં. ૧૫૭ પર પરિવાર સાથે મતદાન કર્યું ‘પહેલા મતદાન, પછી જલપાન’નું અનુસરણ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સવારે ૭ઃ૧૦ વાગ્યે મતદાન કર્યું. આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, તેમના પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ કવિતા ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.
મીડિયા સાથેની વાતચીતમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના બંધારણે ૧૮ વર્ષની ઉંમર પછી બધાને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે, અને સૌએ ભારતીય બંધારણના આ નિર્દેશનું પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ અને સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જાેઈએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પોતાના મતનો ઉપયોગ કરવા માટે કુરુક્ષેત્ર પહોંચ્યા હતા અને મિર્ઝાપુરમાં બૂથ નં. ૧૫૭ પર પરિવાર સાથે લાઇનમાં ઉભા રહીને નિયમ અનુસાર મતદાન કર્યુ હતું.
Recent Comments