પૂર્વ વિસ્તારમાં માથા ભારે માથું ઉચકીને નિર્દોષ નાગરિકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં યુવક મિત્રો સાથે શાકભાજી લેવા ગયો હતો. આ સમયે શખ્સે તેને રસ્તામાં ઉભો રાખીને જ્યાં એસ્ટેટમાં ચાની કિટલી ધરાવતા શખ્સના પુત્રએ ઉછીના રૃપિયાની માંગણી કરી હતી.જાે કે યુવકે રૃપિયા આપવાની ના પાડતા શખ્સે તેને કોલર પકાડીને લાફા માર્યા બાદ છરીના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો અને ધમકી આપી હતી.
આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના વતની અને અમરાઈવાડીમાં નાગરવેલ રોડ પાસે રહેતા યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી ખાતે રહેતા ચંદન સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારે યુવક તેના બે મિત્રો સાથે સત્યમનગર શાકમાર્ટમાં શાકભાજી લેવા માટે ગયો હતો. શાકભાજી લઈને પાછો કારખાને જતો હતો તે સમયે એસ્ટેટની બહારની ચાની લારી ધરાવી ધંધો કરતા શખ્સનો આરોપી પુત્ર મળ્યો હતો અને હાથ ખર્ચના રૃપિયા આપવા દબાણ કરવા લાગ્યો હતો.
જાે કે ફરિયાદીએ રૃપિયા આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇને તુંમ રાજસ્થાની યંહા આકાર ચર્બી કરતે હો કહીને લાફા મારીને માર મારવા લાગ્યો હતો. આ સમયે યુવક સાથે આવેલા તેના બે મિત્રો વચ્ચે પાડીને મામલો થાળે પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીેએ છરી કાઢતા યુવક અને બન્ને મિત્રો ડરીને ભાગવા લાગ્યા હતા. આ સમયે આરોપીએ છરી વડે હિમંતના થાપાના ભાગે છરીના ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો અને બચાવવા માટે બુમાબુમ કરવા લાગ્યો હતો. જેથી આસપાસના લોકો દોડી આવતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જતા જતા આરોપીએ ધમકી આપી હતી કે અહ યહાં દિખાઇ દિયે તો જાન સે માર ડાલુંગા.


















Recent Comments