fbpx
ગુજરાત

વડોદરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક સાથે ૧૦૦ થી વધુ IVF ટેસ્ટ ટ્યુબ બાળકો નો મેળાવડો યોજાયો.

વડોદરા આજના સમાજમાં નિઃસંતાનપણાને એક શ્રાપ ગણવામાં આવે છે. ત્યારે આધુનિક ટેકનોલોજી મારફતે લોકોમાં IVF ટેસ્ટ ટ્યુબ બેબી વિશે જાગૃતિ આવે તે માટે ટેસ્ટ ટ્યુબ બેબીનો મેળાવડો વડોદરાના બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયો હતો.

આધુનિક યુગમાં લોકો વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જોકે નિઃસંતાનપણાને સમાજમાં લાંછનરૂપ અથવા તો નીચાપણું તરીકે જોવામાં આવે છે ત્યારે તો ક્યારેક બાળકો ન થવાના કારણે છૂટાછેડાના કિસ્સાઓ બને છે… તો લોકો અંધશ્રદ્ધાના માર્ગે પણ ચડતા હોય છે. અધ્યતન ટેક્નોલોજી ના માધ્યમથી પુરુષ અથવા મહિલામાં જે ખામીઓ હોય તે ખામીઓ દૂર કરીને નિઃસંતાનપણું દૂર કરી શકાય છે.

સંતાન ન થવાના કારણે દંપતિઓ આપઘાત પણ કરી લેતા હોય છે… અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી એક આશીર્વાદરૂપ ટેકનીક બની છે.આ પ્રસંગે બોલતા ડોક્ટર હિમાંશુ બાવીશી એ જણાવ્યું કે યોગ્ય સારવાર યોગ્ય સમયે યોગ્ય માત્રામાં યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો લગભગ સો ટકા સંતાન પ્રાપ્તિ શક્ય બને છે. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના ૨૮ વર્ષના ઇતિહાસમાં અમે વિજ્ઞાન અને વિશ્વાસ એટલે કે ટેકનોલોજી અને ટ્રસ્ટની મદદથી હજારો  નીસંતાન યુગલોના જીવનમાં આ ખુશી આપવામાં નીમિત બની શક્યા છીએ એનો અમને ખૂબ આનંદ છે.હાલ જે પ્રકારે મહિલાઓને ગર્ભાશયની તકલીફ, ગાદીની તકલીફ, બીજ ના બનવા તેમજ પુરુષોમાં જયારે કાઉન્ટ ઓછા હોવા, બીજની ખામી હોવાના કિસ્સાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે  ત્યારે IVF સારવાર પદ્ધતિથી જટીલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન કરીને પણ વિજય મેળવી શકાય છે.કેમ્પ, સેમીનાર વિગેરે જેવી જગ્યાઓમાં લોકોને માત્ર એક તરફી સાંભળવાનો જ મોકો મળે છે પરંતુ પોતાના જ જેવી સમસ્યાઓને સામનો કરીને સફળતા મેળવી ચૂકેલા યુગલોનો ખરો અનુભવ ખૂબ જ પારદર્શક અને પ્રેરણાદાય સાબિત થઈ શકે છે.  માટે જ બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે વડોદરા તેમજ આસપાસના લોકોના લાભાર્થે ૧૦૦ થી વધારે IVF બેબી નો મેળાવડો યોજવામાં આવેલ છે.

IVF ટેસ્ટ ટ્યુબ બાળકોના માતા-પિતા પોતે સંતાન સાથે અહીં પોતાના જાત અનુભવ જણાવેલ. સારવાર દરમિયાનના માનસિક ઉતાર ચઢાવ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ડર અને છેલ્લે સફળતા એક એક યુગલની સંઘર્ષ અને સફળતાની ગાથા ખરેખર આંખમાં આંસુ લાવી દે તેવી પણ એટલી જ પ્રેરણાદાયક હતી.આ પ્રસંગે બોલતા ડોક્ટર ફાલ્ગુની  બાવીશીએ એ જણાવ્યું હતું કે IVF સારવાર પદ્ધતિ જન્મનાર બાળકોમાં વારસાગત રોગો આવવાની શક્યતાઓને પણ અટકાવી શકે છે અને રોગમુક્ત તંદુરસ્ત બાળકનો જન્મ થાય તેમ કરી શકે છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે વધુને વધુ સફળતા અપાવતું IVF આઇવીએફ હવે ઘણું એફોર્ડેબલ પણ થઈ ગયું છે. લોકોમાં પણ આઈવીએફની જાગૃતિ અને સ્વીકૃતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

કેટલાક યુગલોમાં પતિ અને પત્નીને એકબીજાનો ખૂબ જ સહકાર મળતો તો ક્યારેક એક પાત્ર બિલકુલ સહકારના એક પાત્ર એ જ ઝૂમવું પડતું કેટલાક પરિવારો ખૂબ સપોર્ટ કરતા જ્યારે કેટલાક પરિવારો તરફથી સંપૂર્ણપણે સપોર્ટ નતો મળતો કોઈની આર્થિક મુશ્કેલી કોઈની શારીરિક તકલીફો કોઈની માનસિક મુસીબતો કોઈના સામાજિક પ્રશ્નો આ બધી વાતો ખરેખર હૃદય સ્પર્શી હતી.

Follow Me:

Related Posts