fbpx
અમરેલી

પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ કરી સખાવત

પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ કરી સખાવત કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું છે.પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારોહ વગર રૂપિયા એક કરોડનું દાન કરવામાં આવ્યું છે.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેનાં ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા સંસ્થા, અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી. દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ તેમનાં પુત્રો શ્રી નરેશભાઈ ઢોલા, શ્રી દિપકભાઈ ઢોલા તથા શ્રી યશવંતભાઈ ઢોલાનાં શુભ ભાવ સંકલ્પ સાથે સંસ્થાનાં અગ્રણીઓને કોઈ ભલામણ કે ઓળખાણ વગર વંદના ભાવ સાથે દાન અર્પણ કરી દીધું. સંસ્થાનાં અગ્રણીઓ શ્રી બાબુભાઈ રાજપરા, શ્રી રસિક ભાઈ ભિંગરાડિયા, શ્રી પરેશભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં દાતા દંપતીએ સખાવત કરતાં જણાવ્યું કે, અમે આ દવાખાનાની ઉત્તમ અને નિઃશુલ્ક સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છીએ, જેથી આ કાર્ય કર્યું છે. દાતા પરિવાર સાથે અગ્રણીઓ શ્રી પેથાભાઈ આહિર, શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી અશોકભાઈ આહિર વગેરે જોડાયાં હતાં. આ વેળાએ શ્રી લવજીભાઈ નાકરાણી, શ્રી ભિખાભાઈ ખૂંટ તથા શ્રી કુરજીભાઈ ખૂંટ સાથે રહ્યાં હતાં. સ્વામી શ્રી નિર્દોષાનંદજી પ્રેરિત આ સારવાર સંસ્થામાં અલગ અલગ વિભાગોની મુલાકાત વેળાએ શ્રી બાબુભાઈ રાજપરા એ વિગતો આપતાં દાતા શ્રી વિસામણભાઈ આહિરે પ્રસન્નતા વ્યક્ત કરી દાન અંગે સંતોષ ભાવ અનુભવ્યો.આ ઉદાર સખાવતથી સંસ્થાનાં પ્રમુખ શ્રી હિરાભાઈ ગાંગાણી, ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ દેવાણી તથા શ્રી બાબુભાઈ રાજપરા (બી.એલ), મંત્રી શ્રી રસિકભાઈ ભિંગરાડિયા, ખજાનચી શ્રી પરેશભાઈ ડોડિયા અને શ્રી ખીમજીભાઈ દેવાણી દ્વારા દાતા પ્રત્યે રાજીપો વ્યક્ત કરાયો છે.

Follow Me:

Related Posts