fbpx
ગુજરાત

અમદાવાદમાં ભૂપેન્દ્રનું વધુ એક કૌભાંડમાં ગ્રોમોરમાં ટ્રસ્ટી બનવા માટે ૮૧.૫૦ કરોડની ડીલ

બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક વર્ષ પહેલાં બોર્ડના સંચાલકો સાથેની બેઠકમાં હિંમતનગરના બેરાણા પાસે આવેલી ગ્રોમોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી બનવા લગભગ સંમતિ આપી હતી, જેથી લોકોને તેની આર્થિક સદ્ધરતાથી પ્રભાવિત કરી શકાય. ૮૧.૫૦ કરોડના ખર્ચે આખી સંસ્થાનો કબજાે લેવાનો સોદો કર્યો હતો. બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક વર્ષ પહેલાં બોર્ડના સંચાલકો સાથેની બેઠકમાં હિંમતનગરના બેરાણા પાસે આવેલી ગ્રોમોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી બનવા લગભગ સંમતિ આપી હતી, જેથી લોકોને તેની આર્થિક સદ્ધરતાથી પ્રભાવિત કરી શકાય. ૮૧.૫૦ કરોડના ખર્ચે આખી સંસ્થાનો કબજાે લેવાનો સોદો કર્યો હતો. ત્યારબાદ, તેણે પ્રથમ હપ્તા તરીકે ૨૬ કરોડ રૂપિયા ચૂકવ્યા.

પરંતુ તે રકમ કેવી રીતે આપવામાં આવી તે તપાસનો વિષય છે. એટલું જ નહીં, ભુપેન્દ્રસિંહ ઝાલાએ ટ્રસ્ટી મંડળમાં પોતાને અને પોતાના માતા-પિતાને પણ ટ્રસ્ટી બનાવ્યા હતા. મોમોર શૈક્ષણિક સંકુલ પાછળથી સોંપવા અને બીજા હપ્તાની ચૂકવણી ન થવાને કારણે ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા બાકીની રકમ ચૂકવી દેવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે વચન નિષ્ફળ ગયું હતું. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે બી-ઝેડના નામે ચાલતી શાળામાં ૪૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૩૦૦ થી વધુ સ્ટાફ એવા છે કે જેઓ દર મહિને પગાર અને અન્ય ખર્ચ પેટે બાકી રકમ ચૂકવશે. જ્યારે મ્-ઢ માલિક ભૂપેન્દ્ર ઝાલાએ અસંખ્ય લોકોને છેતર્યા છે, ત્યારે તેમની કંપનીના નાણાકીય વ્યવહારોનું ઓડિટ કરનારા ઝ્રછ રૂષિત મહેતાની પૂછપરછ કરવામાં આવી છે.

ગુરુવારે મોડી રાત્રે હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં તેની ઓફિસ અને રહેઠાણની તલાશી લીધા બાદ સીઆઈડીએ કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ઓફિસ લઈ ગયા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોટાભાગનું નાણાકીય હિસાબ હિંમતનગરમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂષિત મહેતાએ કર્યું હતું. ઝ્રછએ રૂષિત મહેતાને ભારે ફી ભરીને નોકરી પર રાખ્યો હતો. પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો પર્દાફાશ થતાં ગુરુવારે રાત્રે ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ શુક્રવારે સવારે ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમ હિંમતનગર આવી હતી અને રૂષિત મહેતાની ધરપકડ કરી હતી.

તેની પાસેથી કેટલાક દસ્તાવેજાે પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝાલાએ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૪ કરોડના ખર્ચે જમીન ખરીદી હતી છેલ્લા ત્રણ વર્ષમાં જ તેણે લગભગ ૪ કરોડ રૂપિયાના ખર્ચે ખેતીની અને બિનખેતીની જમીન ખરીદી છે. જેમાં સાબરકાંઠા અને અરવલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જમીનો ખરીદીને વેચાણ દસ્તાવેજાે દ્વારા તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર ત્રણ વર્ષમાં ૧૦ એકરથી વધુ જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું છે. તેમણે મ્ઢ એજન્ટો માટે રૂ. ૬૦ કરોડનું રોકાણ કર્યું છે. આ રોકાણમાંથી ત્રણ વર્ષમાં ૩.૯૬ કરોડના ખર્ચે કૃષિ અને બિનખેતીની જમીન ખરીદવામાં આવી છે. ૩૦ વર્ષનો હોવા છતાં ભૂપેન્દ્ર હજુ અપરિણીત છે. તેણે લીંભોઇ પાસેના ખેતરમાં ૪૯.૫૦ લાખના ખર્ચે આલીશાન ફાર્મહાઉસ બનાવ્યું છે. મોડાસા તાલુકાના લીંભોઇ ગામની સીમમાં અગાઉ રૂ.૪૯.૪૫ લાખના ખર્ચે જમીન ખરીદીને આલીશાન ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts