ભાવનગરમાં ૨૨ વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલાનો પ્રયાસ યુવક સામે ગુનો નોંધાયો
રાજ્યમાં યુવતીઓ સાથે વારંવાર શારીરિક અડપલાંની ઘટના ઘટતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના ભાવનગરમાં ઘટી હતી. ભાવનગરમાં યુવતી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં યુવક સામે ગુનો નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવતી સાથે શારીરિક અડપલાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ૨૨ વર્ષની દીકરી જ્યારે પાણી ભરવા માટે ગઈ હતી તે સમયે આ ઘટના બની હતી. યુવતી પાણી ભરવા ગઈ ત્યારે શખ્સે દાનત બગાડી હતી.
જે બાદ પીડિતા યુવતી જેમતેમ કરીને શખ્સના સકંજામાંથી નાસી છૂટી હતી. ત્યારે હાલ પીડિતાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઇ દિકરીએ પરિવારજનોને વાતની જાણ કરતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ઘટનાને લઇ વરતેજ પોલીસે ધુધા ચારોલીયા નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આની પહેલા પણ અંદાજે ૧૦ થી ૧૨ દિવસ અગાઉ ભાવનગર ના વરતેજ વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પાડોશમાં રહેતા ૨૧ વર્ષીય યુવકે ચારથી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે પાડોશી યુવક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ આચરી હતી. ભાવનગરમાં જેમ કે ગુનેગારોને તંત્રનો કે કાયદાનો કોફ ના રહ્યો હોય તેવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે. ભાવનગરે પોલીસે પણ શહેરમાં યોગ્ય રીતે કાયદોઓનો કડક અમલ કરાવવો જાેઈશે.
Recent Comments