ભારત હવે માનવોને અવકાશમાં મોકલી શકશે,ISRO ને મોટી સફળતા મળી
ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં) ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે આ માટે મિશન ૨૦૪૦ પણ તૈયાર કર્યું છે, જ્યારે ગગનયાનની મદદથી, ભારત માનવોને અવકાશમાં મોકલી શકશે. આ કાર્ય કરવા માટે, ૈંજીઇર્ં વિવિધ તકનીકોનું પરીક્ષણ કરી રહ્યું છે અને હવે તેને તેમા મોટી સફળતા મળી છે. ૈંજીઇર્ં એ ઝ્રઈ૨૦ ક્રાયોજેનિક એન્જિન માટે જરૂરી જટિલ ઝ્ર-સ્તરનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે.
આ પછી, ૈંજીઇર્ં માનવને અવકાશમાં મોકલવાના તેના મિશનની નજીક આવી ગયું છે. ૈંજીઇર્ં એ ૨૯ નવેમ્બરે તમિલનાડુના મહેન્દ્રગિરી ખાતેના તેના ૈંજીઇર્ં પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં આ પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટમાં ક્રાયોજેનિક એન્જિનને રિસ્ટાર્ટ કરીને તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ ગગનયાન મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનવ મિશન માટે ક્રાયોજેનિક એન્જીન જરૂરી છે કારણ કે તેની મદદથી લોન્ચ વ્હીકલ માર્ક-૩ (ન્ફસ્-૩)ના ઉપરના સ્ટેજને પાવર મળે છે અને તેની મદદથી માનવને અવકાશમાં મોકલવાનું મિશન સફળ થશે. આ ઝ્રઈ૨૦ ક્રાયોજેનિક એન્જિન ૈંજીઇર્ં દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે ૧૯ ટનના થ્રસ્ટ લેવલ પર કામ કરી શકે છે અને તેણે અત્યાર સુધીમાં છ ન્ફસ્-મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તાજેતરમાં આ એન્જિનને ૨૦ ટન ક્ષમતા સુધી અપડેટ કરવામાં આવ્યું છે, જેથી તેનો ઉપયોગ ગગનયાનમાં કરવામાં આવ્યો છે. હવે તે પણ વધારીને ૨૨ ટન કરવામાં આવ્યું છે. ક્રાયોજેનિક એન્જિન વિના માનવીને અવકાશમાં મોકલવાનું શક્ય નથી.
Recent Comments