સુશાસન સપ્તાહ – અમરેલી ખાતે વર્કશોપનો પ્રારંભકરાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ
અમરેલી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) સુશાસન સપ્તાહ અન્વયે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજાએ દીપ પ્રાગટ્ય સાથે આ વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો.
અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલે જણાવ્યુ કે, ૨૦૪૭માં ભારત કેવું હશે? વિવિધ ક્ષેત્રના વિવિધ પાસાઓને આવરી લઇ વ્યૂહરચનાઓનું ઘડતર કરવું, ગ્રામ્ય – શહેરી વિસ્તારોની જરુરિયાતને ધ્યાને લઇ વાસ્તવિક લક્ષ્યાંકો હાંસલ કરવા.
તેમણે ઉમેર્યુ કે, ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રિવાન્સિસ, ગુડ સર્વિસ ડિલેવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી@૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે.
જિલ્લા આયોજન કચેરીના શ્રી રાજુભાઇ વામજાએ અમરેલી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા કહ્યુ કે, વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત અમરેલીના અભિગમ સાથે પ્રાથમિક સુવિધાઓનું માળખું તૈયાર કરવું, શહેરી – ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ક્ષેત્રની સુવિધાઓમાં વધારો કરવો, કૌશલ્યસભર માનવબળ તૈયાર કરવું, નાગરિકોની આરોગ્ય અને પોષણલક્ષી સુવિધાઓમાં વધારો કરવો, કલા-સંસ્કૃતિ-રમત સહિતના વારસાઓને ઉજાગર કરી પ્રવાસનની તકો વિસ્તારવી, મહિલાઓના નેતૃત્વમાં વધારો કરવો, પરિવહન માટે પોર્ટ અને માર્ગોનો વિકાસ કરી શ્રેષ્ઠ જીવન અને આર્થિક સમૃધ્ધિ માટેના કાર્યો હાથ ધરવા.
ટૂંકાગાળા વર્ષ-૨૦૩૦ અને લાંબા ગાળા વર્ષ-૨૦૪૭ માટેના આયોજન હાથ ધરવા. કૃષિ અને દરિયાઇ ઉત્પાદનમાં વધારો કરવો. જિલ્લાના મુખ્ય પાક મગફળી, કપાસ અને કેરીના વાવેતર અને ઉત્પાદન વધે તે માટે ભૌગોલિક, પર્યાવરણીય સહિતની બાબતોને આવરી લેવા પડકારો અને તકોને ઓળખવા સહિતના પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં District@100, ગુડ ગર્વનન્સની પ્રેક્ટિસ માટેના વિવિધ મુદ્દાઓને આવરી લઇ પ્રશ્નોત્તરીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આભાર દર્શન અમરેલી જિલ્લા આયોજન અધિકારીશ્રીએ કર્યુ હતું.આ વર્કશોપમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા, પ્રાંત અધિકારી શ્રી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, આયોજન, મહેસૂલ, પંચાયત, ચૂંટણી, આરોગ્ય સહિતની વિવિધ કચેરી-શાખાના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments