fbpx
ગુજરાત

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગ્રામજનોની માંગ, છેલ્લા ૬ મહિનાથી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની અછત સર્જાઈ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગ્રામજનોની માંગ છે કે, શાળામાં ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે લીંબડી તાલુકાના ભથાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા ૬ મહિનાથી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની અછત સર્જાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને આ મહત્વના વિષયોનું જ્ઞાન મળી રહ્યું નથી, જે તેમના ભવિષ્ય માટે ચિંતાજનક છે. આ અંગે વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આચાર્યને અનેક વખત રજૂઆત કરી છે.

પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોની માંગ છે કે, શાળામાં ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે તે માટે ચિંતિત છે. શાસન તંત્ર પાસેથી ઝડપી ઉકેલની માંગ કરી રહ્યા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓને આ વિષયોનું યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું નથી. શિક્ષકોની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ મોટો અંતર પડી રહ્યો છે. આ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભથાણ ગામની શાળામાં શિક્ષકોની અછત એ ગંભીર સમસ્યા છે. આ સમસ્યાને ઝડપથી ઉકેલવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુનિશ્ચિત થાય. તંત્ર એ આ મામલે ગંભીરતા લઈને તાત્કાલિક પગલાં ભરવા જાેઈએ.

Follow Me:

Related Posts