fbpx
ગુજરાત

પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ, ઓચિંતી મુલાકાત લઈ પર્દાફાશ કર્યો

વધુ પૈસા વસૂલવા તેમજ અ્‌ન્ય રીતે પણ હેરાન કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ થઈ રહી હોવાની અનેક ફરિયાદો કરવામાં આવી રહી હતી. રેશનકાર્ડ માટે ખૂબ ઓછી કિંમતમાં થતી પ્રક્રિયાના મોટી કિંમત વસૂલાતા હોવાની પુરવઠા અધિકારીને ફરિયાદો કરાતા અધિકારીએ ઓચિંતી મુલાકાત લઈ પર્દાફાશ કર્યો છે. પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ઓપરેટરો હેરાન કર્યા હોવાનું સામે આવતા જીલ્લા પુરવઠા અધિકારી જાતે જ વેશ પલટો કરી મામલતદાર કચેરીએ ગયા હતા.

ગોધરા મામલતદાર કચેરીમાં ઓપરેટરો સરખી કામગીરી કરતા ન હોવાની, રેશનકાર્ડ માટે અરજદારો પાસેથી વધુ પૈસા વસૂલવા તેમજ અ્‌ન્ય રીતે પણ હેરાન કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે પુરવઠા અધિકારીને ફરિયાદો કરતા તેઓ જાતે નાયબ કલેકટર, જીલ્લા પુરવઠા અધિકારી અરજદાર બની પહોંચ્યા હતા, કચેરીમાં જાેગવાઈ વિરુદ્ધ રેશનકાર્ડની કામગીરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ઉપરી અધિકારીઓને જાણવા મળ્યું કે, માત્ર રૂપિયા ૨૩માં થતી કામગીરીમાં અરજદારને રૂપિયા ૩૦૦નો ખર્ચો કરાવતા હતા. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર જાેતા, ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ઓપરેટરોને અધિકારીએ શો-કોઝ નોટિસ પાઠવી છે.

Follow Me:

Related Posts