fbpx
ગુજરાત

રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOG કાર્યવાહી કરી

ફેક્ટરીમાં મોટી માત્રમાં નકલી બીડી બનાવવાનો કાચો માલ અને મશીનરી મળી આવી. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી ર્જીંય્ પોલીસે મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી આ કારખાનું બંધ કરાવ્યું છે. આ કારખાનામાંથી મોટી માત્રમાં નકલી બીડી, બીડી બનાવવાના કાચા માલ અને મશીનરી મળી આવી છે. પોલીસે આ સંદર્ભમાં એકથી વધુ શખ્સોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેંગ લાંબા સમયથી નકલી બીડી બનાવીને બજારમાં વેચતી હતી. આ કારખાનામાં બનાવેલી નકલી બીડીઓને પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામથી બજારમાં વેચવામાં આવતી હતી. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં નકલી બીડીઓ અંગે ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

Follow Me:

Related Posts