fbpx
ગુજરાત

દાંતીવાડામાં વિવાદાસ્પદ ડોક્ટર બિજાેલ ભેદરૂને ફરજમુક્ત કરાયાં

૩૪ વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. બિજાેલ ભેદરૂને ફરજીયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. ૩૪ વર્ષથી ફરજ દરમિયાન હંમેશા વિવાદમાં રહેતા ડોક્ટરની અગાઉ પણ પોલીસે ધરપકડ કરી હતી. બનાસકાંઠા જીલ્લામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ મામલે ડોક્ટર બિજાેલ ભેદરૂનું નામ સામેલ હોવાનું જાેવા મળ્યું છે. અહેવાલ મુજબ ખોટા સર્ટિફિકેટ બનાવવા, સરકારી ઓફિસમાં વીડિયો બનાવવા, બોગસ ડોક્ટરો ઝડપાવા જેવા ગેરકામોમાં તેમની સીધી કે આડકતરી સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે આરોગ્ય અધિકારીને ફરજીયાત નિવૃત કરી દેવાયા છે. ૩૪ વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા. ૧૦ વર્ષ પહેલાં યુવતીની ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હતું. ખોટા સર્ટિફિકેટ મામલે પોલીસે ડૉ. બિજાેલ ભેદરૂની ધરપકડ કરી હતી. ૫ વર્ષ અગાઉ પાલનપુરની સરકારી ઓફિસમાં “ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે” ગીત પર ટીકટોક વીડિયો બનાવ્યો હતો. “તારો નંબર દેતી જા, મારો નંબર લેતી જા” ગીત પર યુવતી સાથે ડ્યુએટ કર્યું હતુ. ત્યારબાદ દાંતીવાડાના ભિલાચલ ગામની પ્રસૂતાના મોત મામલે પણ વિવાદમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થયા બાદ કોઈ કાર્યવાહી નહોતી કરી. એટલું જ નહીં, દાંતીવાડામાં બોગસ ડોકટરો ઝડપાયા બાદ પણ ડોક્ટર ભેદરૂ વિવાદમાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના આપવામાં આવી હતી. અગાઉ પણ ડૉ. ભેદરૂ સામે ખાતાકીય તપાસ થઇ હતી. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ડૉ. બિજાેલ ભેદરુંને ઘરભેગા કરવામાં આવ્યા છે. ભેદરૂને ફરજિયાત નિવૃત કરાતા અન્ય બેદરકાર ડૉક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

Follow Me:

Related Posts