અમદાવાદની પ્રખ્યાત ઝેબર સ્કૂલમા ૮ વર્ષની બાળકીનું હાર્ટ અટેકથી મોત
અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની ૮ વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે ૮ વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુઃખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની ૮ વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે ૮ વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુઃખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. આ પછી વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળામાં પહોંચીને ઝ્રઝ્ર્ફ કેમેરા દ્વારા તપાસ શરૂ કરી હતી.
વિદ્યાર્થીનીના માતા-પિતા હાલ મુંબઈમાં છે. પોલીસે શાળામાં પહોંચીને સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને તપાસ શરૂ કરી હતી. યુવતીના માતા-પિતા હાલ મુંબઈમાં છે. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે શાળામાં તપાસ કરી હતી. જાબેર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે, ધોરણ ૩માં ભણતી વિદ્યાર્થી ગાર્ગી તુષાર રાણપરાને છાતીમાં દુખાવો થવા લાગ્યો. છાતીમાં દુઃખાવો થતાં વિદ્યાર્થી અચાનક બેસી ગયો હતો. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી અને તેમણે તાત્કાલિક સારવાર માટે ૧૦૮ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ મોડી પડતાં તેને સ્ટાફના વાહનમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ વિદ્યાર્થી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા હાલ મુંબઈમાં છે અને તેમને જાણ કરવામાં આવી છે. પ્રવેશ સમયે કોઈ રોગ નહોતો. તેમજ પ્રવેશ સમયે વિદ્યાર્થીને કોઈ રોગ ન હોવાના દસ્તાવેજાે લેવામાં આવ્યા છે. બીજી કોઈ બીમારી ન હોવા છતાં અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો.
Recent Comments