ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ૨૪ જાન્યુઆરીએ ભરતી મેળાનું આયોજન
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આગામી તા.૨૪મી જાન્યુઆરી-૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ.ક્યુ.એ.સી. બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં ક્યુ.સી. કેમેસ્ટ્રી, એકાઉન્ટટ, ડી.જી.એમ. પ્રોડક્શન, આસી.મનેજર અને એપ્રેન્ટિસશિપની જગ્યા ભરવાની છે. જેમાં બી.ઈ. કેમીકલ, બી.એસ.સી, એમ.એસ.સી કેમેસ્ટ્રી, એમ.કોમ, એમ.એ, એમ.સી.એ, એમ.બી.એ, એમ.એસ.ડબલ્યુ, બી.ઈ.મીકેનીકલ અને આઈ.ટી.આઈ- ફિટર, ઈલેકટ્રીશીયન અને વેલડરની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓએ યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યું માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ યુનિવર્સિટી રોજગાર કેન્દ્રના અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments