RTI એક્ટિવિસ્ટ નાથાલાલા સુખડીયા નું જિલ્લા કલેકટર કચેરી ખાતે અર્ધનગ્ન અવસ્થા માં આંદોલન

અમરેલી જાણીતા RIT એક્ટિવિસ્ટ નાથાલાલા સુખડીયા ભ્રષ્ટાચાર કથા કરી અનેક નેતા ઓનું પથારી ફેરવી દેનાર સુખડીયા એ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સામે અનેક મુદ્દે આધાર પુરાવા સાથે કરેલ ફરિયાદ સંદર્ભે માં તંત્ર તરફ કાર્યવાહી નહિ થતા અનોખો વિરોધ પૂર્વ સાંસદ ભારત સરકાર ની તિજોરી ને કરોડો નો ધુંબો માર્યો મહુવા – જેતપુર હાઇવે ની જમીન સંપાદન પૂર્વે પોતા ની અને મળતીયા ઓ પરિવારજનો સગા સબંધી ઓના નામે ખેતી ની સસ્તા ભાવે રોડ માં સંપાદિત થવા ની સ્થળ સ્થિતિ નકશા સાંસદ હોવા ના નાતે જાણી જોઈ ગુપ્તા કે નીતિ નિયમો વિરુદ્ધ ખરીદ કરેલ જમીનો રાતો રાત બિન ખેતી માં ફેટવી સરકાર ને ખૂબ ઉંચી કિંમતે સંપાદિત કરવા માં પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર કર્યો હોવા નું રેકર્ડ ઉપર છે
પોતા ના ઈજનેર પૌત્ર એ રસ્તા ના કામે લાખો ક્યુબીક મીટર ગૌચર ની જમીન માંથી ગેર કાયદેસર માટી ખનન કરતા તેના વાહનો સીસી ટીવી કેમેરા સહિત ની રજુઆત બાદ ખાણ ખનીજ વિભાગે માત્ર ૧૩ લાખ નો દંડ કાગળ ઉપર કરી સંતોષ માની લેતા સુખડીયા એ આ મુદ્દે જંત્રી પ્રમાણે ૫૩ લાખ થી વધુ નો દંડ વસુલ કરવા માંગ કરેલ પોતા ના બંગલા નો બગીચો ગૌચર ની જમીન ઉપર બનાવ્યો પોતા ના ઈજનેર પૌત્ર એ જાહેર રસ્તા ઓના કામ માં સ્ટીલ વાપર્યા વગર રસ્તો બનાવી લેવા જેવા અનેક સચોટ મુદા ઓના આધાર પુરાવા સમર્થન કરતા હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતા સુખડીયા એ એક સપ્તાહ પહેલા જિલ્લા કલેકટર શ્રી સહિત સબંધ કરતા તંત્ર ને દિન સાત માં પગલાં લેવા ચેતવણી આપી હતી પણ તંત્ર તરફ થી જાગૃત નાગરિક સુખડીયા ની પૂર્વ સાંસદ સામે ની ફરિયાદ માં તંત્ર તરફ કોઈ કાર્યવાહી નહિ કરતા અંતે નાથાલાલ સુખડીયા એ જિલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડ માં અર્ધ નગ્ન અવસ્થા માં આંદોલન કરી તંત્ર ને જગાડવા પ્રયાસ કર્યો હતો પૂર્વ સાંસદે આર્થિક લાભ માટે ભારત સરકાર પણ છોડી નથી એકલ દોકલ વ્યક્તિ ની બિન ખેતી દિવસો સુધી નથી થતી અને સાંસદે પોતા ની અને મળતીયા ઓના નામે ખેતી ની સસ્તા ભાવે ખરીદેલી જમીન રાતો રાત બિન ખેતી માં ફેરવી ખૂબ ઉંચી કિંમતે મહુવા – જેતપુર રોડ સંપાદન માં આપી પોતા ની બેફામ ઉન્નત કરી લેનાર સામે પગલાં ક્યારે લેવાશે ?
Recent Comments