શ્રી માનભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત આજે પૂજ્ય મોરારીબાપુ નું વક્તવ્ય
ભાવનગર ગુજરાત ના મુઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થા ના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ ની પુણ્ય સ્મૃતિ માં ૭૬ માં પ્રજાસત્તાક પર્વ ની નમતી સાંજે નાગરિક અભિવાદન સમારોહ સાથે પૂજ્ય મોરારીબાપુ પોતાના વિચારો વ્યક્ત કરશે..શિશુવિહાર પ્રાંગણમાં સાંજે ચાર વાગે પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતા માં યોજાનાર ૩૪ માં નાગરિક અભિવાદન અંતગર્ત ગુજરાતના સેવાભાવી ડોક્ટરો અને શિક્ષકોનું અભિવાદન થશે…
પ્રતિકાર ભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવા માં વ્યસ્ત ગુજરાત ના પ્રતિભાસંપન્ન નાગરિકો ના સન્માન નો વર્ષ ૧૯૯૧ થી પ્રારંભાયેલ સદવિચાર ને ભાવનગર ની સંસ્કાર ભૂમિ થી આગળ વધારતા ચિત્રકુટ ધામ વંદના કરાશે..તા.૨૬ જાન્યુઆરી રવિવારે સાંજના ૪-૦૦ કલાકે શિશુવિહાર પરિસરમાં યોજનાર અભિવાદન સમારોહ માં વિશેષતહ્ મૂલ્ય નિષ્ઠા ગુજરાતીઓનું અભિનંદન નોંધણીય બની રહેશે.સેવા અને શિક્ષણ વિચારથી સુવાસિત ભાવનગર ની ભૂમિ પર યોજાતા સમારંભ સમયે પ્રયાગરાજ મહાકુંભ થી સીધા જ ભાવનગર પધારતા પૂજ્ય બાપુ પોતાના વિચારો વ્યક્ત કરશે જેને માણવા માટે શહેરો ના પ્રબુદ્ધ નાગરિકો ને હાર્દિક નિમંત્રણ છે
Recent Comments