મીડવાઈફ પ્રોગ્રામ હેઠળ આરોગ્ય કેન્દ્ર ના અનુભવી ગોહિલ પ્રિયંકાબેન ની બેનમૂન સેવા થી સુરક્ષિત પ્રસુતિ માતા અને બાળક ના સર્વોત્તમ આરોગ્ય ની સુવિધા ઘરઆંગણે
લાઠી રાજય સરકાર દ્વારા માતા અને બાળક ના સર્વોત્તમ આરોગ્ય ની સુવિધા ઘરઆંગણે મળી રહે તે હેતુથી તથા જોખમી પ્રસુતિ સમયે માતા -બાળ મૃત્યુ ન થાય તથા સુરક્ષિત પ્રસુતિ થાય તે હેતુથી આરોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે, મીડવાઈફ પ્રોગ્રામ હેઠળ આરોગ્ય કેન્દ્ર ના અનુભવી તાલીમ લીધેલ મીડવાઈફ ગોહિલ પ્રિયંકાબેન નરેશભાઈ પોતાની આવડત ,અનુભવ અને કુનેહપૂર્વક સરકારી હોસ્પિટલ લાઠી ખાતે ફરજ બજાવી રહ્યા છે. નવિતા રિકેશભાઈ મંડોળીયા.ઉ.વ ૨૦ ,રે.-નાના રાજકોટ જેની પહેલી સુવાવડ હતી, પ્રસુતિ નો દુઃખાવો ઉપડતા તા.૨૪/૦૧/૨૫ ના વહેલી સવારે સારવાર અર્થે એમ. આર વળીયા સરકારી હોસ્પિટલ લાઠી ખાતે સારવાર માટે આવેલ, તે સમયે ફરજ પરના સ્ટાફ દ્વારા મીડવાઈફ પ્રિયંકાબેન જે હેડક્વાર્ટર મા રહી ૨૪ × ૭ આરોગ્ય અને પ્રસુતિ ની સેવા આપી રહ્યા છે, તેમને ૩-૪૨ કલાકે ફોન કરીને બોલાવતા, તેણી ને તપાસ કરતાં માલૂમ પડેલ કે, બાળક ઊંધું છે.
સામાન્ય રીતે બાળક નુ માથું પહેલા હોય તેની બદલે આ કેસમાં પૂઠ (Breech with buttocks + genital organ)નો ભાગ પહેલા હતો, જે માતા અને બાળક માટે અતિજોખમી પરિસ્થિતિ કહેવાય.સુવાવડ નો અસહ્ય દુખાવો હોય,સુવાવડ નો સમય નજીક હોય,રિફર કરી શકાય તેમ ન હોય તાત્કાલિક સુવાવડ કરાવવાની ફરજ પડી હોય,મીડવાઈફ પ્રિયંકાબેન એ પોતાની સુજબુજ,આવડત, અનુભવથી તથા ફરજ પરના સ્ટાફ ગૌરાંગભાઈ અને વગૅ ૪ના કમૅચારી તથા ૧૦૮ ની ટીમ સાથે મળીને ટીમવર્ક કરી, અતિજોખમી પ્રસુતિ ને કુનેહપૂર્વક સફળ પ્રસુતિ કરાવી, જેમાં ગર્ભનાળ બાળક ના આખા શરીરે વીટંળાયેલ હતી અને બાળક નુ વજન ૨.૬૪૦ kg હતુ. આ પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યા વગર નોર્મલ સુવાવડ કરાવી,ઉત્કૃષ્ટ કામગીરી કરી માતા અને બાળક ને નવજીવન આપ્યું છે, અને RBSK ટીમ સાથે સંકલન કરી વધારે સારવાર અર્થે બાળક ને અમરેલી ખાતે રીફર કરેલ છે. આથી, માતા અને પરિવારજનોએ મીડવાઈફ પ્રિયંકાબેન ,ફરજ પરના સ્ટાફ ૧૦૮ ની ટીમ,RBSK ટીમ તથા એમ. આર. વળીયા સરકારી હોસ્પિટલ લાઠી
Recent Comments