ભાવનગર

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છેતા.31, જાન્યુઆરી ને શુક્રવારના પાટોત્સવ નિમિત્તેના ધાર્મિક કાર્યક્રમો મુજબ સંધ્યા આરતી સાથે પંચમુખી જ્યોતના દર્શનનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત જાહેર સંતવાણી યોજાશે. સાંજના મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે.  જ્યોત દર્શન, સંતવાણી, મહાપ્રસાદ ભોજનનો સૌને લાભ લેવા માલધારી સમાજ, મહંતશ્રી છગન ભગત તેમજ સમસ્ત ભગત પરિવાર દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts