GeM @ ૯મો ભારત ઔદ્યોગિક મેળો, રાજકોટઃ જાહેર ખરીદીમાં છેવાડાના એમએસઇ માટે વેપાર-વાણિજ્યની સરળતા વધારવી
ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (ય્ીસ્) ૨ થી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભારત ઔદ્યોગિક મેળાની ૯મી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમની કલ્પના બિઝનેસ-ટુ-બિઝનેસ (બી૨બી), બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (બી૨સી) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ ડોમેનમાં સ્થાનિક એમએસઇ માટે બિઝનેસની તકો વધારવાનો છે.
તેની આઉટરીચ પહેલના ભાગરૂપે, ય્ીસ્ તેના પેવેલિયન પર એક વ્યાપક ઓનબોર્ડિંગ ડ્રાઇવ હાથ ધરી રહ્યું છે. ઇવેન્ટના પ્રથમ દિવસે જ, ૩૫૦થી વધુ સ્થાનિક ઉદ્યોગસાહસિકોએ ત્વરિત હેન્ડહોલ્ડિંગ સપોર્ટનો લાભ લીધો હતો અને ય્ીસ્ ઇકોસિસ્ટમમાં જાેડાયા હતા. આશરે ૫,૦૦૦થી વધુ વ્યક્તિઓએ ય્ીસ્ (ય્ીસ્) પેવેલિયનની મુલાકાત લીધી હતી અને પોર્ટલની ખાસિયતો વિશે વધુ જાણકારી મેળવી હતી અને આ પ્લેટફોર્મ કેવી રીતે નાના પાયે વેચાણકર્તાઓને ૧.૬ લાખથી વધારે સરકારી ખરીદદારોને તેમનાં ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં મદદ કરે છે. પોર્ટલ પર વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે હાલના હોદ્દેદારો દ્વારા સામનો કરવામાં આવતી પ્રશ્નો અને પડકારોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
“આ પ્રકારના લક્ષિત હસ્તક્ષેપો દ્વારા, ય્ીસ્નો ઉદ્દેશ ભારતીય ઉદ્યોગસાહસિકોમાં વેપારના નવા માર્ગો વિશે જાગૃતિ લાવવાનો છે, જ્યારે છેવાડાનાં વિક્રેતાઓ માટે સરકારી ઇ-ટેન્ડરિંગની સુલભતાને સરળ બનાવવાનો છે. એક સર્વસમાવેશક બજાર ઊભું કરવાના અમારા મિશનથી પ્રેરિત થઈને, અમે જાહેર ખરીદીની તકોની સુલભતાને સરળ બનાવવા માટે કટિબદ્ધ છીએ, જે હાયપરલોકલ અર્થતંત્રોને વેગ આપે છે, એમ ય્ીસ્ના એડિશનલ સીઈઓ અને ચીફ સેલર ઓફિસર શ્રી અજિત બી ચવ્હાણે જણાવ્યું હતું.
“અમે રાજકોટના સમૃદ્ધ ઉદ્યોગો અને એમએસઇને ભારત ઔદ્યોગિક મેળામાં ય્ીસ્ પેવેલિયનની મુલાકાત લેવા અને સરકારી ખરીદદારો માટે ભારતના સૌથી મોટા ઇ-માર્કેટપ્લેસમાં વ્યવસાય વધારવાના નવા માર્ગો શોધવા આમંત્રણ આપીએ છીએ,” એમ શ્રી ચવ્હાણે ઉમેર્યું હતું.
જાન્યુઆરી, ૨૦૨૫ સુધી, ય્ીસ્એ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૧૦ મહિનાની અંદર ?૪.૦૯ લાખ કરોડનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (જીએમવી) હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા કુલ ઓર્ડર વેલ્યુના લગભગ ૪૦ ટકા એમએસઈ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્માર્ટ માર્કેટપ્લેસ ફિલ્ટર્સ, ખરીદીની પસંદગીઓ અને વિશિષ્ટ લાભો મારફતે ય્ીસ્ ભારતમાં એમએસઇની વૃદ્ધિને સક્ષમ બનાવે છે, જે ભારત સરકારનાં વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતનાં વિઝનને વધારે મજબૂત કરે છે.
ય્ીસ્ વિશેઃ
ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (ય્ીસ્) એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે વિવિધ કેન્દ્ર/રાજ્ય મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પંચાયતો, સહકારી સંસ્થાઓ વગેરે દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની એન્ડ-ટુ-એન્ડ ખરીદીની સુવિધા આપે છે. ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’ હાંસલ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મની શક્તિનો ઉપયોગ કરવા માટે આપણાં પ્રધાનમંત્રીનાં સહિયારા પ્રયાસો વર્ષ ૨૦૧૬માં ય્ીસ્ની સ્થાપના તરફ દોરી ગયા હતા. ઓનલાઇન પોર્ટલની સ્થાપના વર્ષો જૂની મેન્યુઅલ જાહેર ખરીદી પ્રક્રિયાઓને નાબૂદ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી, જે બિનકાર્યક્ષમતાઓ અને ભ્રષ્ટાચારથી ભરેલી હતી.
ય્ીસ્ પેપરલેસ, કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇકોસિસ્ટમ પૂરી પાડે છે, જેમાં વિક્રેતાઓની નોંધણી અને ખરીદદારો દ્વારા આઇટમની પસંદગીથી માંડીને માલની પ્રાપ્તિ અને સમયસર ચુકવણીની સુવિધા સુધીની ખરીદીની પ્રક્રિયાના સમગ્ર ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. ય્ીસ્ની કલ્પના એવી કરવામાં આવી હતી કે તે ચપળતા અને ગતિનો ઉપયોગ કરે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ સાથે આવે છે, જે જાહેર ખરીદી પ્રણાલીઓને પુનર્જીવિત કરવાના વ્યૂહાત્મક ઉદ્દેશસાથે બનાવવામાં આવે છે અને વંચિત લોકો તેમજ રાષ્ટ્ર માટે કાયમી પરિવર્તન લાવે છે.
Recent Comments