fbpx
અમરેલી

સાવરકુંડલામાં આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવ ની  ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નાવલી નદી કાંઠે ખાતે આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં નાના બાળકો તેમજ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સેવા કાર્યમાં માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી, જેમાં ભાવિકોએ ભક્તિભાવથી માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ ખોડીયાર માતાજીનો હવન કરવામાં કરવામાં આવ્યો હવન બાદ બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં સૌ બાળકોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો. તેમજ ખોડીયાર માતાજીના ગુણગાન ગાવા માં આવ્યા હતા અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેનાથી વાતાવરણમાં એક અનેરી આધ્યાત્મિકતાનો અનુભવ થયો હતો. આ મંદિર નાવલી નદીના અવતરણ પ્રસંગનું માનવામાં આવે છે. આ મંદિર ઘણું જૂનું છે અને ખોડીયાર માતાજી પ્રત્યે ભાવિકોની અતૂટ શ્રદ્ધા રહેલી છે. ખોડિયાર માતાજીએ ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમની મનોકામના પૂર્ણ કરી છે. સાવરકુંડલામાં આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં સૌ ભાવિકોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts