અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ૧૦૪ લોકોને લઈને અમેરિકન વિમાન પંજાબના અમૃતસરમાં ઉતર્યું; આમાંના મોટાભાગના લોકો ગુજરાત, પંજાબ અને હરિયાણાના
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા તમામ ૧૦૪ ભારતીયોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમના રાજ્યમાં મોકલવામાં આવશે
અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ૧૦૪ લોકોને લઈને એક અમેરિકન વિમાન પંજાબના અમૃતસરમાં ઉતર્યું હતું જેમાં મોટાભાગના લોકો ગુજરાત, પંજાબ અને હરિયાણાના છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન લશ્કરી વિમાન બપોરે ૧ વાગ્યે અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરયુ હતું. અત્યાર સુધી, એ વાતની પુષ્ટિ થઈ છે કે આ વિમાનમાં ૧૦૪ ભારતીયો હતા. માહિતી અનુસાર, વિમાનમાં ગુજરાતના ૩૩, પંજાબના ૩૦, યુપીના ૩, હરિયાણાના ૩૩, ચંદીગઢના ૨ અને મહારાષ્ટ્રના ૩ લોકો સવાર છે.
અમૃતસર પોલીસે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એવિએશન ક્લબ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધી છે અને સુરક્ષા વધારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહેલા ભારતીયોને પહેલા એવિએશન ક્લબમાં લાવવામાં આવશે. જ્યાં તેમની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે અને તેમના સમગ્ર ગુનાહિત રેકોર્ડ અને ઇમિગ્રેશન રેકોર્ડની તપાસ કર્યા પછી જ તેમને જવા દેવામાં આવશે. આ દેશનિકાલ કરાયેલા લોકો જે રાજ્યોના છે ત્યાંના રાજ્ય અધિકારીઓને પણ તેમના આગમન વિશે જાણ કરવામાં આવી છે. મીડિયાને પ્રવેશવાની મંજૂરી નથી.
પંજાબના બિન-નિવાસી ભારતીય (દ્ગઇૈં) બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના ર્નિણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકો જેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપ્યું છે તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જાેઈએ. તેમણે કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને તેની મુદત પૂરી થયા પછી, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાની યોજના ધરાવે છે જેથી તેઓ અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અને હિતોની ચર્ચા કરી શકે. ધાલીવાલે પંજાબીઓને ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ પણ કરી અને વિશ્વભરમાં તકોનો લાભ લેવા માટે કૌશલ્ય અને શિક્ષણ પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલા કાનૂની પદ્ધતિઓ શીખવા, શિક્ષણ અને ભાષા કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા.
Recent Comments