અમરેલી

ટીકીટ આપે તો લડવી નહિતર નડવી તો છે જ. લાઠી નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી. ભાજપ માં ભારે અસંતોષ થી કોંગ્રેસ ગેલ માં આંતરિક લડાઈ નો ફાયદો ઉઠાવવા માઈક્રો પ્લાનિંગ

લાઠી નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભાજપ માં અસંતોષ સામે કોંગ્રેસ નું માઇકો પ્લાનિંગ 

લાઠી નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ આપ એમ ત્રિપાખીયો જંગ વચ્ચે ભાજપ માં સક્રિય કાર્યકર ન હોય પ્રાથમિક સભ્ય પણ ન હોય તેવા ૧૦ થી વધુ વ્યક્તિ ઓને ઉમેદવારી કરાવતા જુના પાયા ના પથ્થર સિનિયર કાર્યકરો માં ભારે નારાજગી ટીકીટ આપે તો લડવી નહિતર નડવી તો છે એ યુક્તિ એ ગુજરાત પ્રદેશ કાર્યકરી અધ્યક્ષ રજનીકાંત પટેલ અને સંગઠન મંત્રી સુધી લેખિત રજુઆત વચ્ચે કોંગ્રેસ ગેલ માં આવી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે તુરંત લાઠી નગરપાલિકા ના તમામ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો નો ઉત્સાહ વધારવા વ્યૂહાત્મક રીતે કોણે શુ કર્યું છે તે નેગેટિવ પ્રસાર માં પડ્યા વગર કોંગ્રેસ શુ કરશે તેવા સકારાત્મક અભિગમ થી કંટાળી ગયેલ શહેરીજનો માટે ઉત્તમ વિકલ્પ બનો મતદારો ના મન સુધી પહોંચો ની શીખ વચ્ચે ચૂંટણી મીટીંગો નો ધમધમાટ શરૂ કર્યો આજે શહેર ના મંગળપરા ઉમેદવારો ની તાકીદ ની મીટીંગ બોલાવી ભાજપ માં ઉમેદવારો ને ભારે અસંતોષ ૩૦-૩૫ વર્ષ સુધી પાર્ટી માટે સમર્પિત વફાદાર કાર્યકરો ના દાવા ને અવગણી સ્થાનિક ધારાસભ્ય ની મનમાની થી ઉકળતા ચરુ જેવી સ્થિતિ અનેક જુના કાર્યકરો માં ગણગણાટ પાર્ટી ના પાડી દેવા ના મૂડ હોવા થી હરીફ કોંગ્રેસ પાર્ટી ગેલ માં આવી બુથ થી જૂથ પેજ પ્રમુખ થી લઈ વોર્ડ સુધી કસરત કરનાર ને હાંસિયા પાછળ ધકેલતા પાર્ટી ના પાડી દેવા ના મૂડ માં નો રિપીટ થયેરી કે સેન્સ માત્ર નાટક હોવા નું રહી રહી ને સમજાયું કાર્યકરો ખુલ્લી ને સામે આવી રહ્યા છે લાઠી નગરજનો ને પજવતા પ્રશ્નો ના ૧૦ થી વધુ મુદ્દા ની ખાત્રી આપતા ચૂંટણી ઢઢેરા સાથે કોંગ્રેસ મેદાને આવી 

Follow Me:

Related Posts