ભાવનગર

ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવા અનુરોધ

વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારશ્રીની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૧૮.૦૨.૨૫ થી તા.૦૯.૦૩.૨૦૨૫ (દિન-૨૦) સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. રાજ્યના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા અનુરોધ છે. ગ્રામ્ય કક્ષાએ “વિલેઝ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર”(VCE) મારફત નોંધણી કરવામાં આવી રહેલ છે. જો કોઇ ઇ-ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે.

ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેંટ (૧) આધાર કાર્ડ (ફરજીયાત), (૨) ૭/૧૨, ૮-અ નકલ (૩) ફોર્મ નંબર-૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો તુવેર, ચણા અને રાયડાનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, (૪) બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક અને ૫) આધાર કાર્ડ રજીસ્ટ્રેશન માટે ફરજીયાત આપવાના રહેશે તેમ ખેતીવાડી શાખા ભાવનગરની યાદીમાં જણાવાયું છે. 

Follow Me:

Related Posts