વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ની આગાહી

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકથી તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં અને ૨૮ ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૨૬-૨૮ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડશે.
આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં ૧-૪°ઝ્રનો ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં તાપમાનમાં ૩-૫ ડિગ્રી નો વધારો થયો છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્ય ભારતના પૂર્વી ભાગો, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા ૧-૩ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ૧-૪ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું અને દેશના બાકીના ભાગોમાં સામાન્યની નજીક હતું.
Recent Comments