મહારાષ્ટ્રના નાસિકમાં કન્ટેનર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ચાંદવાડ તાલુકાના રાહુડઘાટ ખાતે એક ભયાનક અકસ્માત થયો હતો. હાઇવે પર ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ૨૧ મુસાફરો ઘાયલ થયા. અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિ ઓ ને સારવાર માટે ચાંદવડ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ ગયું .જેથી ઘાયલ થયેલા વ્યક્તિ ઓ ની રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. ૧૦૮ એમ્બ્યુલન્સ, સોમાટોલ એમ્બ્યુલન્સ અને ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. હાઇવે પોલીસે ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે સખત મહેનત કરી છે.
Recent Comments