“વડોદમાં GTUઅને GSBTM દ્વારા પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો”

દસ્ક્રોઈ તાલુકાનાં વડોદ ગામમાં સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવસિર્ટીના ડિરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટ અને ડૉ. આશિષ વર્ધનેનાં માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનાં ફાયદા અને માટીના મહત્વ પર વર્કશોપ યોજાયો હતો. ડૉ. આશિષ વર્ધને પ્રાકૃતિક ખેતી અને માટીની ફળદ્રુપતા વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવા માટે જાણીતા છે. તેઓએ આ વર્કશોપમાં ખાસ કરીને જીવામૃતની ઉપયોગીતા અને તેના ખેતીમાં મહત્વ પર સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.
ય્ેં-જીછજી્ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રોત્સાહિત કરવા પ્રસંશાપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રવૃતિએ વડોદ ગામમાં ખેતી માટે એક નવી દિશા પ્રસ્થાપિત કરી છે . ર્ડો. આશિષ અને તેમની ટીમે પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો કર્યા છે. તેઓ ય્જીમ્સ્ પ્રોજેક્ટ હેઠળ , જીવામૃત અને તેના પ્રભાવના સૂક્ષ્મજીવાણુ સ્તરે અધ્યયન માટે વિશેષ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેમની રિસેર્ચ ટીમ ખેડૂતોને નવી ટેકનોલોજી અને પ્રાકૃતિક પદ્ધતિઓને ખેતીમાં લાગુ કરવામાં સહાય કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ય્ેં-જીછજી્ માં સમાજને અને પ્રકૃતિને ઉપયોગી આવા સંશોધન કાર્યને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના દ્વારા તેના સીધા લાભો સમાજ સુધી પહોંચે છે તેની માહિતી ય્ેં-જીછજી્ ડિરેક્ટર ડૉ.વૈભવ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
Recent Comments