પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના પ્રવાસે

પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાતા. ૧ અને ૨ માર્ચ પોરબંદર લોકસભાનાપ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ અને પોરબંદર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશેઆ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ જિલ્લાના અનીડા, ગોંડલ ખાતે સવારે ૧૧ વાગ્યે સેવા સેતુ હેલ્થ કેમ્પમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગજનોને સાધન વિતરણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૦૧:૩૦ વાગ્યે જામ કંડોરણા ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગજનોને સાધન વિતરણ કરશે.
બપોરે ૪ વાગ્યે તેઓ પોરબંદર કલેકટર કચેરી ખાતે આયોજિત દિશા સમિતિની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૬ વાગ્યે કેન્દ્ર્રીય બજેટ પર આયોજિત કાર્યક્રમ ‘બજેટ પર ચર્ચા’માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે રહી વક્તવ્ય આપશે. સાંજે ૦૮ વાગ્યે તેઓ પાયોનીયર ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવના સંગીત સમારોહમાં ઉપસ્થિત રહેશે.તા.૨ માર્ચ, રવિવારના રોજ તેઓ સંડેઓનસાયકલ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિકો સાથે સવારે ૦૬:૩૦ વાગ્યે સાયકલીંગ કરશે. સવારે ૦૯:૩૦ વાગ્યે તેઓ પોરબંદર પોર્ટની મુલાકાત લેશે. સવારે ૧૦:૩૦ વાગ્યે તેઓ બગવદર ગામે રાંદલમાતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.બપોરે ૧૨ વાગ્યે તેઓ મોકર સાગર અભયારણ્યની મુલાકાત લેશે. બપોરે ૦૧:૩૦ વાગ્યે તેઓ સુદામા ડેરી, કુતિયાણા ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. સાંજે ૦૫:૦૦ વાગ્યે તેઓ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપશે.
Recent Comments