સમાન સિવિલ કોડ અંગે અમદાવાદના નાગરિકોનાં સૂચનો લેવાયાં

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ અમદાવાદ કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈસમાન સિવિલ કોડ સંદર્ભે ેંઝ્રઝ્ર સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના સંદર્ભે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. નાગરિકોનાં મંતવ્યો જાણવાં ખૂબ જ જરૂરી છે. સમાજમાં સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોનાં મંતવ્યો મેળવીને શક્ય એટલી ઝડપથી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદા, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાથીઆર્ે માટે સમાન નિયમો જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યાં હતાં.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિક જૈન, શ્રી જિતેન્દ્ર પટેલ, શ્રી અમિત ઠાકર, શ્રી અમૂલ ભટ્ટ, સુશ્રી દશર્નાબહેન વાઘેલા, સુશ્રી કંચનબહેન રાદડિયા, સુશ્રી પાયલ કુકરાણી સહિતના રાજકીય અગ્રણીઓ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી હર્ષદ પટેલ, જીટીયુના રજિસ્ટ્રાર શ્રી કે. એન. ખેર, બીએઓયુના રજિસ્ટ્રાર શ્રી એ.કે. જાડેજા, કૌશલ્ય – ધ સ્કિલ યુનિ.ના એસ.પી. સિંઘ સહિતના શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, તેમજ વિવિધ ધર્મ-સમુદાયના અગ્રણીઓ તથા સેવા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ યુસીસી સમિતિ સમક્ષ પોતાનાં સૂચનો રજૂ કર્યાં હતાં.
આ બેઠકમાં અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ પણ પોતાના વિચારો રજૂ કરીને સમિતિની કામગીરીમાં સક્રિય સહયોગ આપવાની ખાતરી આપી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર દ્વારા બેઠકના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.
યુસીસી સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ સહિત સમિતિના સભ્યોએ બેઠકને ફળદાયી ગણાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ હાજર સૌને ૨૪મી માર્ચ, ૨૦૨૫ પહેલા યુસીસીના પોર્ટલ રંંॅજ://ેષ્ઠષ્ઠખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ૈહ પર પોતાનાં સૂચનો લેખિતમાં જણાવવા અને આવશ્યક દસ્તાવેજાે અપલોડ કરવા અપીલ કરી હતી.
Recent Comments