કેનેડામાં નાયગ્રાનાં વિશ્વવિખ્યાત ધોધ નજીક વસેલાં નાયગ્રા શહેરની સાઉથ નાયગ્રા હોસ્પિટલ માટે તા.૨૩/૩/૨૫ રવિવારની સાંજે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો હતો.
ઓકટોબરમાં નાયગ્રાનાં મેયર જીમ ડીઓડાટીએ પોતાની ઓફિસમાં બોલાવીને જગદીશ ત્રિવેદીનું સન્માન કર્યું ત્યારે એમણે મેયરને ઓફર કરી હતી કે નાયગ્રા શહેરનાં આરોગ્ય કે શિક્ષણ માટે મારો શો કરશો તો હું એકપણ રુપિયો લીધા વગર મારી કલા રજુ કરીશ.
આ શહેરમાં રહેતા જાણીતા બિઝનેસમેન અને ખોજા સમાજના અગ્રણી શ્રી સદરૂદ્દીન હાલાણી ઉર્ફે સની હાલાણીએ નાયગ્રા સીટી કાઉન્સિલર મોના પટેલ તેમજ નાયગ્રા ગુજરાતી સમાજના હિમાંશુ અમીન સાથે મળીને ધ એક્સચેન્જ હોલ ખાતે શહેરની હોસ્પિટલ માટે આ કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં મોડી રાત સુધી હાસ્ય સાથે દાનનો પણ ધોધ વહ્યો હતો અને ભોજન સહીત તમામ ખર્ચ બાદ કરતાં 16500 કેનેડીયન ડોલર એટલે ભારતનાં આશરે દસ લાખ રૂપિયા એકત્ર થયાં હતાં.
આ પ્રસંગે નાયગ્રા હેલ્થ ફાઉન્ડેશનના ચેરમેન કેવિન વિલ્સન પણ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરમાં સદરૂદ્દીન ઉર્ફે સની હાલાણી સીટી કાઉન્સિલર મોના પટેલ અને દર્શકો જોવા મળે છે.
કેનેડાનાં નાયગ્રા શહેરની હોસ્પિટલ માટે દાનનો ધોધજગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં દસ લાખ રુપિયા એકત્ર થયાં

Recent Comments