રાષ્ટ્રીય

ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારીની ઘટના

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું, આ ઘટના ની વાત કરીએ તો ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જાેવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?
લગભગ બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીનાએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જાેશીના નામની તક્તી લગાવાની હતી. જાેકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત અને સ્થાનીક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જાેષીની તક્તી હટાવી દીધી હતી.
તક્તી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ.
આ સમગ્ર ઘટનામાં થોડા સમય બાદ બંને નેતાઓ વચ્ચે લગભગ બે કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો. ત્યારબાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જીડ્ઢસ્) ચંદ્ર પ્રકાશ વર્મા, છજીઁ નીલકમલ અને જીૐર્ં રાધા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

Related Posts