ભાવનગર

મહુવા ફળ સંશોધન કેન્દ્ર ખાતે જિલ્લાના પાંચ તાલુકાના કોમ્યુનિટી રિસોર્સ પર્સનને પ્રાકૃતિકખેતી અંગેની તાલીમ અપાઇ

માહિતી બ્યુરો, ભાવનગર
મહુવાના ફળ સંશોધન કેન્દ્ર ખાતે ભાવનગરના આત્મા પ્રોજેકટના સહયોગથી તળાજા, મહુવા,ઘોઘા અને
જેસર તાલુકાના CRP (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય
પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ
તાલીમ દરમિયાન મહુવાના ફળ સંશોધન કેન્દ્રના વડા ડૉ. જી. એસ. વાળા, પ્રોજેકટ ડાયરેક્ટર (આત્મા) શ્રી
જે.એન.પરમાર તેમજ ફળ સંશોધન કેન્દ્રના નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.આગામી
સમયમાં ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કર્યાં હતાં.તાલીમાર્થીઓએ કૃષિ મોડેલ ફાર્મની
મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related Posts