મંગળવારે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ મેચ રમાવવાની હતી ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલ જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલ મળતાં સ્કૂલે પોલીસ અને ડ્ઢઈર્ં કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જીનેવા સ્કૂલને મોકલવામાં આવેલા ઈ-મેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધુ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી?
આ સાથેજ પોલીસ દ્વારા આ કેસમાં યોગ્ય તપાસ કરાતી ના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલમાં બ્લાસ્ટ કરીશું.
અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો

Recent Comments