ભાવનગર

ભાવનગરમાં કપાસ, મગફળી,મગ,મઠ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરાયું

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમા આનંદની લ્હેર પ્રસરી છે. પ્રથમ વરસાદ વાવણી
લાયક થતાં ‌જ‌ ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે.ભાવનગરમાં તા.૧૯મી જૂન,૨૦૨૫ સુધીમાં
૯૭,૭૧૮ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૪૫,૩૩૯ હેક્ટરમાં
કપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.
ચાલુ સિઝનમાં થયેલાં વાવેતરની વિગતો જોઇએ તો ભાવનગર તાલુકામાં ૧૨ હેક્ટરમાં બાજરી, ૨૧૫
હેક્ટરમાં મગફળી, ૩૨૮ હેક્ટરમાં કપાસ, ૪૨ હેક્ટરમાં શાકભાજી, ૧૨૪ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૭૨૧ હેક્ટર
વિસ્તારમાં વાવેતર થયું છે. ગારીયાધાર તાલુકામાં ૧૯ હેક્ટરમાં મગફળી, ૨૩૭ હેક્ટરમાં કપાસ સહિત કુલ-૨૫૬
હેક્ટરમાં વાવેતર થયું છે. ઘોઘા તાલુકામાં ૦૫ હેક્ટરમાં મગ,૦૪ હેક્ટરમાં અડદ, ૬,૨૭૯ હેક્ટરમાં મગફળી, ૩,૭૧૨
હેક્ટરમાં કપાસ, ૧૩૪ હેક્ટરમાં શાકભાજી,૧,૦૪૩ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૧૧,૧૭૭ હેક્ટરમાં વાવેતર થયું છે.
જેસર તાલુકામાં ૧૪૬ હેક્ટરમાં બાજરી, ૦૭ હેક્ટરમાં મકાઇ, ૦૨ હેક્ટરમાં તુવેર, ૧૬ હેક્ટરમાં મગ, ૨૨ હેક્ટરમાં
અડદ, ૧૩,૯૪૪ હેક્ટરમાં મગફળી, ૨૨ હેક્ટરમાં તલ, ૮,૫૦૨ હેક્ટરમાં કપાસ, ૨૩૯ હેક્ટરમાં શાકભાજી, ૬૫૯
હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૨૩,૫૫૯ હેક્ટરમાં વાવેતર થયું છે. મહુવા તાલુકામાં ૬૧૭ હેક્ટરમાં બાજરી, ૩૫
હેક્ટરમાં મગ, ૧૯,૮૬૯ હેક્ટરમાં મગફળી, ૦૫ હેક્ટરમાં સોયાબીન, ૧૫,૨૧૨ હેક્ટરમાં કપાસ,૪૮૫ હેક્ટરમાં
શાકભાજી અને ૨૫૫૧ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૩૮,૭૭૪ હેક્ટરમાં વાવેતર થયું છે.
તેવી જ રીતે પાલીતાણા તાલુકામાં ૧૩ હેક્ટરમાં તુવેર, ૭૧૩ હેક્ટરમાં મગફળી, ૩૨૫૫ હેક્ટરમાં કપાસ, ૪૯
હેક્ટરમાં શાકભાજી, ૫૪૪ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૪૫૭૪ હેક્ટરમાં વાવેતર થયું છે. શિહોર તાલુકામાં ૧૩૨
હેક્ટરમાં બાજરી, ૨૩ હેક્ટરમાં તુવેર, ૧૪ હેક્ટરમાં મગ, ૦૨ હેક્ટરમાં મઠ, ૦૨ હેક્ટરમાં અડદ, ૨૪૦૨ હેક્ટરમાં

મગફળી, ૨૫ હેક્ટરમાં તલ, ૯૦૧૧ હેક્ટરમાં કપાસ, ૨૬૪ હેક્ટરમાં શાકભાજી, ૮૬૧ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-
૧૨,૭૩૬ હેક્ટરમાં વાવેતર થયું છે. તળાજા તાલુકામાં ૫૧૦ હેક્ટરમાં મગફળી, ૧૦૨ હેક્ટરમાં કપાસ, ૦૩ હેક્ટરમાં
શાકભાજી, ૨૭ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૬૪૨ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. ઉમરાળા તાલુકામાં ૨૨
હેક્ટરમાં મગફળી, ૧૦૮૬ હેક્ટરમાં કપાસ, ૩૫ હેક્ટરમાં શાકભાજી, ૧૦૨ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૧૨૪૫
હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે વલ્લભીપુર તાલુકામાં ૩૮૯૪ હેક્ટરમાં કપાસ, ૧૫ હેક્ટરમાં શાકભાજી અને ૧૨૫
હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૪૦૩૪ હેક્ટરમાં વાવેતર થયું છે.
આમ, ભાવનગર જિલ્લામાં ૯૦૭ હેક્ટરમાં બાજરી, ૦૭ હેક્ટરમાં મકાઇ, ૩૮ હેક્ટરમાં તુવેર, ૭૦ હેક્ટરમાં
મગ, ૦૨ હેક્ટર મઠ, ૨૮ હેક્ટર અડદ, ૪૩,૯૭૩ હેક્ટરમાં મગફળી, ૪૭ હેક્ટરમાં તલ, ૦૫ હેક્ટરમાં સોયાબીન,
૪૫૩૩૯ હેક્ટર કપાસ, ૧૨૬૬ હેક્ટરમાં શાકભાજી અને ૬૦૩૬ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૯૭,૭૧૮ હેક્ટરમાં
ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ નોર્મલ વાવેતરની આંકડાકીય વિગતો જોઇએ તો
ભાવનગર તાલુકામાં ૩૧,૬૨૧ હેક્ટર, ગારીયાધારમાં ૩૮,૯૭૧ હેક્ટર,ઘોઘામાં ૨૬,૩૨૪, જેસરમાં ૨૮,૨૪૫ હેક્ટર,
મહુવામાં ૭૮,૫૭૧, પાલીતાણામાં ૩૪,૩૭૧ હેક્ટર, શિહોરમાં ૪૨,૮૩૪ હેક્ટર, તળાજામાં ૫૮,૨૯૩ હેક્ટર, ઉમરાળામાં
૩૦,૯૦૬ હેક્ટર અને વલ્લભીપુરમાં ૪૫,૨૧૮ હેક્ટર સહિત કુલ-૪,૧૫,૩૫૪ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું
હતું.

Related Posts