ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’
શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે માઈધારમાં આગામી સોમવારે યોજાશે સમારંભ
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૦-૬-૨૦૨૫
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે ‘દર્શક સન્માન’ અર્પણ થશે. માઈધારમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને સમારંભ યોજાશે.
સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાનાં હેતુથી રચાયેલ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( ફાઉન્ડેશન ) સંસ્થા દ્વારા પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને સન્માનિત કરાનાર છે. ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત આ લોકવિદ્યાલયને શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે ‘દર્શક ( એવોર્ડ ) સન્માન’ અર્પણ થશે.
માઈધારમાં આગામી સોમવાર તા.૨૩નાં સાંજે ૪ વાગે શ્રી રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને સમારંભ યોજાશે, જેમાં શ્રી પ્રકાશભાઈ ન. શાહ, શ્રી મનસુખભાઈ સલ્લા અને શ્રી અરુણભાઈ દવે પ્રાસંગિક પ્રવચન આપશે.
શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર આ લોકવિદ્યાલયને અર્પણ થનાર સન્માન પ્રસંગે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( ફાઉન્ડેશન ) સંસ્થાનાં પ્રમુખ શ્રી મધુકરભાઈ પારેખ અને શ્રી પ્રકાશભાઈ ન. શાહ, શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી અજયભાઈ રાવલ તથા શ્રી સંજયભાઈ ચૌધરી સંકલનમાં રહ્યાં છે. આ સમારંભમાં આવતાં રાત્રી રોકાણ કરનાર મહેમાન કાર્યકર્તાઓએ વ્યવસ્થા હેતુ અગાઉ શ્રી હસમુખભાઈ દેવમુરારિ ( ૮૪૯૦૮૬૭૭૫૧ ) સાથે સંપર્ક કરવો તેમ અનુરોધ કરાયો છે.
Recent Comments