અમરેલી

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર 2 ખાતે ભાજપની બેઠક યોજાઈ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી

તા. 04 જુલાઈ 2025: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે, સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 2 ખાતે બુથ પ્રમુખ શ્રી અશોકભાઈ જેસરવાળાના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું સફળ આયોજન શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી કેતન કેસુરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. બેઠકમાં શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી, નગરપાલિકા દંડક શ્રી અજયભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્ય શ્રીમતી મંજુલાબેન ચિત્રોડા, નગરપાલિકા સદસ્ય, શ્રીમતી જયાબેન કારેણા સહિત વોર્ડના બુથ પ્રમુખો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારની 11 વર્ષની સિદ્ધિઓ, રાષ્ટ્રના વિકાસ માટેના સંકલ્પ, લોકકલ્યાણકારી યોજનાઓ અને સાવરકુંડલા વિસ્તારના વિકાસની ચર્ચા કરવામાં આવી. આગેવાનોએ કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત કરવા અને સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપી. આ બેઠક દ્વારા ભાજપના કાર્યકરોમાં નવું જોમ અને ઉત્સાહનો સંચાર થયો હતો, જે આગામી સમયમાં પક્ષના કાર્યોને વધુ ગતિશીલ બનાવશે.

Related Posts