મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર રૂપિયા ૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા એન.સી.સી લીડરશીપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી રાજય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા આ આધુનિક ભવનની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓથી માહિતગાર થયા હતા. એન.સી.સી લીડરશીપ એકેડમીના ભવનના પટાંગણમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતુ. આ તકે એન.સી.સી. કેડેટ્સ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ.
ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બનીને યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું એક મહત્વપૂર્ણ કદમ બનશે.
આ એકેડમીનું રાજ્યમાં દ્ગઝ્રઝ્ર તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે મહત્પૂર્ણ બની રહેશે અને યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને પ્રબળ બનાવશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે ૧-૧ દ્ગઝ્રઝ્ર એકેડમી કાર્યરત છે. હવે ત્રીજી દ્ગઝ્રઝ્ર લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, તેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. આ એકેડમીમાં તા. ૨૮ જુલાઈથી ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ (ઝ્રછ્ઝ્ર) શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે દ્ગઝ્રઝ્ર કેમ્પ્સનું આ એકેડમીમાં આયોજન કરવામાં આવશે.
આ એકેડમીના પ્રથમ તબક્કામાં ૨૦૦ કેડેટ્સ માટે આધુનિક રહેણાંક, તાલીમ અને વહીવટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેમ્પસમાં ઓબ્સ્ટેકલ કોર્સ, ફાયરિંગ રેન્જ, ડ્રિલ ગ્રાઉન્ડ, ડિજિટલ ક્લાસ રૂમ અને સંપૂર્ણ સજ્જ રહેણાંક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કા હેઠળની કામગીરી પ્રગતિમાં છે, તે પૂર્ણ થતાં નાવલી મધ્ય ગુજરાતમાં ૬૦૦ જેટલા કેડેટ્સની ક્ષમતા ધરાવતું એક અગ્રણી તાલીમ કેન્દ્ર બની રહેશે.
એકેડમીના આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સવર્શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ગુજરાતના એડીજી આર. એસ. ગોડારા, વલ્લભ વિદ્યાનગર ગ્રુપ કમાન્ડર પરમેન્દર અરોરા, ૪-બટાલિયન એન.સી.સી.ના સી.ઈ.ઓ. કર્નલ મનિષ ભોલા સહિત એન.સી.સી.ના અધિકારીઓ તથા એન.સી.સી. કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આણંદના નાવલી ખાતેની એન.સી.સી. લીડરશીપ એકેડમી દ્ગઝ્રઝ્ર કેડેટ્સ માટે નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિક તરીકેના વિકાસ માટેનું કેન્દ્ર બનશે

Recent Comments