મહીસાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. ખાનપુર પાસે આવેલા ધોધમાં તણાતા ૨ યુવકનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં ખાનપુર પોલીસ અને લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ આદરી હતી. મૂળ રાજસ્થાનનાં યુવકોની બાઇક ધોધ પાસેથી મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન બંને યુવકોનાં મૃતદેહ પણ મળી આવ્યા છે. આ મામલે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ અંગે મીડિયા સુત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનાં વાવકુવા ગામ પાસે અડદરી માતાનો ધોધ આવેલો છે. અહીં, ધોધમાં તણાઈ જતા બે યુવાનના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં ખાનપુર પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, ધોધ પાસેથી યુવકોનું બાઇક મળી આવ્યું છે. બાઇક પર રાજસ્થાનની નંબર પ્લેટ હોવાથી બંને યુવક રાજસ્થાનથી આવ્યા હોવાનું જણાયું હતું.
ભારે મહેનત અને કલાકોનાં સર્ચ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ધોધ પાસેથી બંને યુવકના મૃતદેહ શોધી કાઢ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બંને યુવક મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવક ધોધમાં કેવી રીતે તણાયા ? યુવકો ત્યાં કેવી રીતે પહોંચ્યા ? સહિતનાં પ્રશ્નોનો જવાબ મેળવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીના ડૂબી જતાં મોત

Recent Comments