અમરેલી

બાબરામાં તિરંગા યાત્રામાં ૯૦૦થી વધુ નાગરિકો જોડાયા

અમરેલી, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાબરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ૯૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. બાબરાના મુખ્ય માર્ગો ફરીને શહીદ ભગતસિંહ ચોક ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું. તાલુકા પંચાયત અને નગરપાલિકના પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, પોલીસ સ્ટાફ, હાઇસ્કુલ અને કોલેજના વિદ્યાર્થી તથા શિક્ષકો સહિતના નાગરિકો સહભાગી બન્યા હતા.

Related Posts