ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ હંમેશાં પ્રજા ના હક્ક અને હિત માટે લડત આપતું રહ્યું છે. જનતાની સમસ્યાઓને ઉકેલવા માટે અનેક જાગૃત નાગરિકો દ્વારા કાર્યાલયમાં ફોન અથવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવે છે.
ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં હોય દર્દીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય સાથે સાથે સ્ટેચરના જે દર્દી હોય તેમની સાથે કોઈ પટ્ટાવાળા કે અન્ય કોઈ સ્ટાફ સાથે જતું ન હોય સટ્રેચર ખરાબ હાલતમાં હોય દર્દી હેરાન થતું હોય પીએમએસસીવાય અંતર્ગત મંજૂરી હોવા છતાં મહેકમ ની ભરતી ન થતી હોય જેવા વિવિધ પ્રશ્નોને લઈ ને રજૂઆત કરી તેમ જ આવેદનપત્ર આપ્યું સાથે જણાવ્યું દર સપ્તાહે કોંગ્રેસી કાર્યકર અહીં રૂબરૂ મુલાકાત લઈ અને તમામ વિભાગમાં રાઉન્ડ લગાવી અને દર્દીઓની પડતી હાલાકી અને અન્ય પ્રશ્નોને લઇ અને તેમની મદદરૂપ થશે.
આજ રોજ મળેલી રજૂઆત અનુસાર, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર દરમ્યાન બેદરકારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી લાલભા ગોહિલની આગેવાની હેઠળ પૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણી, કોર્પોરેટર શ્રી કાંતિભાઈ ગોહિલ, શ્રી કિશનભાઈ મેર,જયેશભાઈ ભટ્ટ ,આફતાબભાઈ, બોરતળાવ વોર્ડ પ્રમુખ દિગુભા,ધમભા જાડેજા અને રવિભાઈ,રઘુભાઈ ડાબી ,અનવરભાઈ ,સંદીપ ગોહેલ,સહિતના આગેવાનોની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર ટી હોસ્પિટલની બેદરકારી મુદ્દે તાત્કાલિક પગલાંની માગ

Recent Comments