અમરેલી

સાવરકુંડલામાં સદ્દભાવના ગૃપ ની અનોખી પહેલ  – વૃંદાવન-જતીપુરાના દર્શન અને મહા રક્તદાન કેમ્પનું આયોજન

સદ્દભાવના ગૃપ, જે સાવરકુંડલામાં વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તાજેતરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત એક અનોખી પહેલ કરી ધર્મ અને માનવતાના સંગમ સાથે વૃંદાવન-જતીપુરાના દર્શન અને ગિરિરાજજીની પરિક્રમા ના આયોજન સાથે એક મહા રક્તદાન કેમ્પનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને રકતદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સદ્દભાવના ગૃપ દ્વારા  ગણેશ મહોત્સવ અંતર્ગત રોજ અલગ અલગ થીમ પર દર્શન યોજવામાં આવે છે. આ વખતે વૃંદાવન અને જતીપુરાના દિવ્ય થીમ પર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગિરિરાજજીની પરિક્રમા નું પણ એક સુંદર પ્રતિકાત્મક આયોજન થયું હતું, જેને કારણે મોટી સંખ્યામાં ભાવિકોએ આ દિવ્ય દર્શન અને પરિક્રમા નો લાભ લીધો હતો. આયોજન એટલું વ્યવસ્થિત હતું કે દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો અને સૌએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા.
દર્શન અને ધાર્મિક કાર્યક્રમની સાથે જ એક મહા રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદ્દભાવના  ગૃપ ને રક્તદાનના કાર્યોમાં હંમેશા દાતાઓનો સાથ મળતો રહ્યો છે, અને આ વખતે પણ કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે 306 બોટલ રકત એકત્ર થયું, જે ભવિષ્યમાં ઘણા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવાનું કામ કરશે.
રક્તદાતાઓના આ અમૂલ્ય યોગદાન ને બિરદાવવા માટે દરેક દાતાને પ્રોત્સાહન રૂપે ત્રણ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સદ્દભાવના ગૃપ તમામ રક્તદાતાઓ નો અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં ધર્મ અને સેવાના કાર્યો ને જોડીને માનવતાનો સંદેશ પ્રસરાવે છે.  તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts