અમરેલી

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય કસવાલાએ આભાર માન્યો હતો

સાવરકુંડલાના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નાવલી નદીના બ્રિજથી દરવાજા સુધીના ભૂવા રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રીશ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ₹૧૨ કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.આ રોડનું નિર્માણ આધુનિક ટેક્નોલોજી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીથી
કરવામાં આવશે. રોડને પહોળો અને સુવ્યવસ્થિત બનાવવામાં આવશે જેથી વાહનવ્યવહાર સરળ બને અને શહેરનું સૌંદર્ય વધુ ઉજાગર થાય.ભૂવા રોડ
નાવલો નદી બ્રિજ, દરવાજા રોડ અને શહેરના મુખ્ય પ્રવેશદ્વારને જોડતો હોવાથી તેનો વિકાસ સ્થાનિક અર્થતંત્ર અને વેપાર-વ્યવહારને નવી ગતિ
આપશે. નગરજનો તેમજ પ્રવાસીઓ માટે આ એક મોટી રાહતરૂપ સાબિત થશે.
ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ આ અવસરે જણાવ્યું કે, “મુખ્યમંત્રીશ્રીના સહયોગ અને દુરંદેશી વિચારસરણીથી જ આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે.
સાવરકુંડલાના નાગરિકોને આ નવીન રોડ સુવિધા મળી રહી છે જે સર્વાંગી વિકાસ તરફનું એક મોટું પગલું છે.”સાવરકુંડલા -ભુવા રોડ ના નવીનીકરણ
માટે ૧૨ કરોડ મંજુર કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રપટેલ સાહેબનો ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આભાર માન્યો હતો.

Related Posts