કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયાએ તાજેતરમાં ગુજરાતના મહત્વાકાંક્ષી ધોલેરા SIR (ખાસ રોકાણ ક્ષેત્ર) પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે આ પ્રોજેક્ટને ‘વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ના સંકલ્પને વેગ આપતું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન શ્રીમતી નિમુબેન બાંભણિયાએ કહ્યું કે –
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, ધોલેરા SIR જેવા પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસનું પ્રતીક બની રહ્યા છે. આ સ્માર્ટ સિટી ભારતને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર નવી ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધોલેરા SIRના વિકાસથી ગુજરાતની ઔદ્યોગિક શક્તિ વધુ મજબૂત થશે અને સ્થાનિક યુવાનો માટે રોજગાર અને તકોનું સર્જન પણ થશે.
આ પ્રસંગે શ્રીમતી નીમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ખરેખર “વિકસિત ભારત – વિકસિત ગુજરાત”ના સંકલ્પને વેગ આપવા માટે એક ઐતિહાસિક પગલું છે.
ધોલેરા SIRએ ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે, જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે અને ભવિષ્યમાં ભારતનું મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્ર બનશે.
Recent Comments