ગુજરાત

બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુના રસ્તા પર વાહનોનો વધુ ટ્રાફિક થતાં રેફરલ ત્રણ રસ્તા પર બે સ્વીફ્ટ અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે પણ ટ્રાફિકજામ થયો હતો. 

અમીરગઢ સહિત બનાસકાંઠાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે, દાંતીવાડા ડેમ 59.10 ટકા ભરાયો છે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક 22267 ક્યુસેક નોંધાઈ છે, બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક નોંધાતા કલેકટર એકશનમાં આવ્યા છે અને નદીમાં ખનન કરતા વાહનો હટાવવા આદેશ કર્યો છે, નદી વિસ્તારની તમામ લીઝ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને નદી પટમાં અવરજવર ન કરવા માટે આપી સૂચના. અમીરગઢ પાસેની બનાસ નદીમાં ફસાયેલા યુવકનું SDRF ટીમે રેસ્ક્યુ કર્યું હતું.

સુઈગામમાં નડાબેટના રણમાં પાણી ભરાયા છે, રણમાં પાણી આવતા રણ દરિયો બન્યું છે, સરહદી વિસ્તાર સુઈગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદથી રણમાં ભરાયા પાણી.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે અને કરોડોના ખર્ચે બનાવેલો ફોરલેન હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે, વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરાયો છે અને થરાદથી વજેગઢ મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, આશાપુરા સોસાટી વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે.

Related Posts