સાંસદ ખેલ મહોત્સવમાં વધુમાં વધુ ખેલાડીઓને રમત સ્પર્ધામાં ભાગ લેવા માટે સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કર્યો. અને ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવ્યુ
ભારતની મૂળ રમતો અને વિશ્વની રમતોને પ્રોત્સાહિત કરવા, યુવાનોની ભાગીદારી વધારવા તથા ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સમર્થનમાં ‘સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવશે. જે અન્વયે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૨૯.૦૮.૨૦૨૫ થી શરૂ કરવામાં આવી છે. આ રમતોત્સવમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ તા. ૨૦.૦૯.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન https://sansadkhelmahotsav.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું. “ફિટ યુવા ફોર વિકસિત ભારત” થીમ અંતર્ગત આયોજિત આ રમતોત્સવમાં અલગ અલગ ૩ વયજૂથમાં એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, કોથળા દોડ, રસ્સાખેંચ રમતોની સ્પર્ધાઓ યોજાશે.
બેઠકમાં રમતોત્સવના સુચારું આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે સંબંધિત અધિકારીશ્રીઓને વિવિધ દિશાદર્શન, સૂચનાઓ આપી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી-અમરેલી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત સર્વ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ખેલ મહોત્સવના સુચારું આયોજન સંદર્ભે સાંસદ ભરતભાઇ સુતરીયાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Recent Comments