અમરેલી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં “સર્વ રોગ નિદાન કેમ્પ”નું સફળ આયોજન

આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અને ૮માં “પોષણ માસ”નો પ્રારંભ કરાવ્યો હતો.

અમરેલી સ્થિત ફોરવર્ડ હાઇસ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગમાં અને કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નાગરિકોએ આરોગ્ય વિષયક વિવિધ રોગનું નિદાન કરાવ્યું હતું.

ઉપરાંત જિલ્લાના ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૨૪૯ આયુષ્યમાન આરોગ્ય મંદિર, ચિતલ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ નાગરિકોએ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. વિવિધ જગ્યાએ આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પમાં અંદાજે ૧,૬૦૩ બાળકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. કુલ ૨૫૮ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. અંદાજે કુલ ૩,૭૪૭ લોકોએ ડાયાબિટીસની તપાસ, ૧૭૨૩ લોકોએ હિમોગ્લોબિનનું નિદાન કરાવ્યું હતું.

વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આયોજિત આરોગ્ય તપાસમી કેમ્પમાં અંદાજે ૧

Related Posts