પાલીતાણા માનપુર સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાને ઓમ સાંઇ ચૅરિટેબલ સુરતના પ્રમુખ અને લોકસેવિકા વિલાસબેન સખિયા દ્વારા ૧૦૧ ગાદલા, ૧૦૧ ઓશીકાં અર્પણ કરવાનો કાર્યક્રમ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી નાનુભાઇ શિરોયા, ટ્રસ્ટી રાઘવજીભાઇ ડાભીની ઉપસ્થિતિમાં યોજાઇ ગયેલ. ઉપરાંત રૉટરી કલબ ઑફ સુરત મેટ્રોના રવિ સવાણી, ગૌતમ શેલડિયા, અને રજનીશ ખેની દ્વારા બાળકોને ફૂલ્સકૅપનું ચોપડા વિતરણ કરવામાં આવેલ. ધ્રુપકા શાળાના શિક્ષક હિંમતભાઇએ પોતાનો જન્મ દિવસ આ સંસ્થાના બાળકો સાથે ઉજવવાનો સંકલ્પ જાહેર કરેલ. રાઘવજીભાઇએ સૌને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં હરેશભાઇ ડાંગર, સંસ્થાના નિયામક કરશનદાદા ડાંગર,વિપુલભાઇ પાનસેરિયા, શરદભાઇ માથુકિયા ધ્રુપકા શાળાના શિક્ષક હિંમતભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments