અમરેલી

દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી વાર્ષિક સાધારણ સભા મળી. ૧૫% ડિવિડન્ટ અને સભાસદ ભેટ જાહેર કરાય

દામનગર ના દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી સને.૨૦૨૪/૨૦૨૫ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા મળી આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૫ ને મંગળવારે મંડળી ની ઓફીસે મળી જેમાં મંડળી  ના મંત્રી મહેશભાઈ પંડ્યા એ મંડળી ના હિસાબો રજુ કરી ને સતત્ પંદર વર્ષ કરતા વધારે સમયથી સભાસદોને ૧૫ % ડિવિડન્ડ તથા સભાસદો ને વસ્તુ ના રૂપ માં ભેટ ની જાહેર કરવામાં આવેલ ને મંડળી નો નફો. રૂ. ૮૭૫૦૦૦/ થયેલ જેની પેટા નિયમ મુજબ ફાળવણી કરેલ. આજની સભાના અધ્યક્ષ.મંડળીના પ્રમુખ નટુભાઈ સુતરીયા ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.તથા અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના દામનગર શાખા બ્રાંચ મેનેજર ભરતભાઈ ગોરાણીયા એ ઓનલાઇન બેંકીંગ તથા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપેલ તથા બેંક ના ઇન્સ્પેક્ટર રાજુભાઈ માલવીયા એ બેંક ની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ તથા મંડળી ના વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા તમામ સભાસદો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  દહીંથરા સેવા સહકારી મંડળી ના મંત્રી મહેશભાઈ પંડ્યા એ એજન્ડા મુજબ કાર્યવાહી કરી મંડળીના લાભા લાભ વિશે માહિતી આપી ને સભાનું સંચાલન હાથ ધરેલ હતું

Related Posts