અમરેલી

વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવા નો પાર્થિવ દેહ પંચ મહાભૂતો માં રાષ્ટ્રીય સન્માન સાથે વિલન. “શહિદ વીર ના સાહસ બલિદાન ને રાષ્ટ્ર નમન કરે છે”   સમગ્ર પંથક માં પ્રથમ શહીદ મેહુલભાઈ ભુવા ની ઐતિહાસિક શહીદ યાત્રા

દામનગર ના ધામેલ ગામ ના અમર શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવા ના પાર્થિવ દેહ ને લશ્કરી સન્માન સાથે માદરે વતન ધામેલ ખાતે લવાતા સમગ્ર પંથક ની જનતા રોડ રસ્તા ની બંને તરફ કતારબદ્ધ વીરાંજંલી આપવા પુરા અદબ થી કલાકો સુધી ખડે પગે ઉભા રહ્યા વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવા ના માતા પિતા અને પત્ની અને સગીર બાળકો એ અક્ષુભીની આંખે આખરી સલામી આપી 

અમરેલી થી વીર જવાન શહીદ મેહુલભાઈ ભુવા ના પાર્થિવ દેહ ને લાવતા અમરેલી થી લઈ લાઠી દામનગર હજીરાધાર ધામેલ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી શહીદ યાત્રા ના રૂટ ઉપર સમગ્ર પંથક ની જનતા ભારે ગનગીની સાથે વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવા ને વીરાંજંલી અર્પી ઠેર ઠેર રસ્તા વચ્ચે સેન્ય વાહન ઉભું રાખવા ફરજ પડે તેવી ગદગદિત માનવ મેદની ઉમટી લાઠી તાલુકા માં આઝાદી બાદ શહીદી વ્હોરનાર પ્રથમ મેહુલભાઈ ભુવા પાર્થિવ દેહ સાથે  સવારે ૭-૩૦  દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે શહીદ વીર જવાન ના પાર્થિવ દેહ સાથે સમગ્ર પંથક ના યુવાનો એ ત્રિરંગા સાથે વીર જવાન અમર રહો ના ગગન ભેદી નારા સાથે ઐતિહાસિક રેલી યોજી

સમગ્ર પંથક ની જનતા એ અક્ષુ ભીની અંજલિ આપી માદરે વતન ધામેલ ગામે વીરગતિ પામેલ જવાન ના નિવાસ સ્થાન આસપાસ પગ મુકવાની પણ જગ્યા ટૂંકી પડે તેવી સંખ્યા માં વહેલી સવાર થી માનવ મેદની 

વીરાંજંલી  આપવા કલાકો સુધી સ્થિરપ્રજ્ઞ બની ઉભી રહી રાષ્ટ્ર કાજે વીરતા વહોરી લેનાર બહાદુર મેહુલ ભુવા ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા દ્રશ્યો હાજરી જન મેદની ની વિશાળતા સૌ કોઈ પુરા અદબ થી શહીદ મેહુલ ભુવા ની વીરતા ની વાતો વચ્ચે પુરા રાષ્ટ્રીય સન્માન સાથે લશ્કરી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સદગત ના પાર્થિવ દેહ ને પંચ મહાભૂતો માં રડતા હદયે વિલીન કરાયો હતો સમગ્ર પંથક માં આટલી મોટી અંતિમ યાત્રા ની પ્રથમ ઘટના બની અઢારેય આલમ સજળ નેત્રે વીર જવાન ને અંતિમ વિદાય આપી નાના મોટા આબાલ વૃદ્ધ મહિલા ઓ સહિત સમગ્ર પંથક ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો રોડ ની બંને સાઈડ વીરાંજંલી આપવા કલાકો સુધી ખડે પગે ઉભા રહી અમર જવાન ને રડતા હદય થી અંતિમ વિદાય આપી ભાવાત્મક દ્રશ્યો ભુવા પરિવાર આક્રંદ વચ્ચે રાષ્ટ્ર ભક્તિ ના દર્શન કરાવ્યા 

Related Posts