બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અને સ્વચ્છોત્સવ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,વેસ્ટ ટુ આર્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિજેતા બાળકોને દૈનિક શિક્ષણમાં જરૂરીયાતની સ્ટેશનરી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બગસરા નગરપાલિકાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, પદાધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રિન્સીપાલ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં
‘સ્વચ્છોત્સવ‘ અંતર્ગત બગસરા નગરપાલિકા દ્વારા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ બગસરા નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન- SBM સ્ટાફ દ્વારા આ સમગ્ર પખવાડિયા નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવામાં સહભાગીદાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બગસરા નગરપાલિકા દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સ્વચ્છતા શપથ, વોલ પેઈન્ટિંગ, એક કલાક શ્રમદાન, આરોગ્ય કેમ્પ, સેફટી કીટ વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ, શેરી નાટકો સહિતની વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાયા હતાં.


















Recent Comments