બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે પક્ષો-વિપક્ષો દ્વારા હવે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી જનતા દળયુ (JDU)ની વાત કરીએ તો આ પાર્ટીએ પણ આ વખતની ચૂંટણીમાં મસમોટી જાહેરાતો કરી છે. જેડીયુના વડા અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અંગે એવું કહેવું છે કે, તેઓ નીતિઓમાં માને છે, રેવડિયો વહેંચવામાં માનતા નથી. જોકે આ વખતની ચૂંટણીમાં નીતીશ કુમારે અનેક મોટી જાહેરાત કરી છે.એમ નીતિશની નીતિઓ અંગે વાત કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ બિહાર વિધાનસભા બજેટ શરૂ થયા પહેલા જેડીયુના એક પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે, શું નીતીશ સરકાર મહિલાઓ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે? તો તેમણે કહ્યું હતું કે, અમારા નેતા (નીતીશ) નીતિઓ પર વિશ્વાસ કરે છે, રેવડી વહેંચવામાં માનતા નથી.જોકે હવે રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતીશ કુમાર મુખ્યમંત્રી છે. 2005થી સતત સત્તામાં રહેનાર નીતીશ સરકારે અગાઉની ચૂંટણીઓમાં ક્યારે મોટી મોટી જાહેરાતો કરી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે અનેક જાહેરાતો કરી નાખી છે, જેને ‘ચૂંટણી રેવડી’ અથવા ‘ફ્રીબિઝ’ કહેવામાં આવી રહી છે.નીતીશ સરકારની મહત્વની ‘ચૂંટણીલક્ષી’ જાહેરાતો
વરિષ્ઠ અને આર્થિક રીતે નબળા કલાકારોને દર મહિને રૂપિયા 3000નું પેન્શન
જૂનથી ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં નીતીશ સરકારે 15થી વધુ મોટી જાહેરાતો કરી છે, જેનો મુખ્ય લક્ષ્ય મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને સાધવાનો પ્રયાસ છે. સરકારની મહત્ત્વની જાહેરાતોની વાત કરીએ તો,
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે પ્રથમ સહાય 10,000 રૂપિયા મળશે, છ મહિના બાદ સમીક્ષા કરાશે, જેમાં બે લાખ રૂપિયાની વધારાની સહાય અપાશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,11,58,840 મહિલાઓએ અરજી કરી છે, જેમાં મહિલાઓને પ્રથમ સહાયની રકમ પણ અપાઈ છે.
મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને મળતી પેન્શનની રકમ રૂપિયા 400થી વધારીને રૂપિયા 1100 કરવામાં આવી.
ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની ઘોષણા
આશા, આંગણવાડી, મમતા, રસોઇયા અને અન્ય સ્કીમ વર્કર્સનું મહેનતાણુ વધારવું.
બેરોજગાર સ્નાતક યુવાનોને બે વર્ષ સુધી દર મહિને રૂપિયા 1000 મળશે.
નવા નોંધાયેલા વકીલોને દર મહિને રૂપિયા 5000નું સ્ટાઇપેન્ડ.
સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળનું લોન વ્યાજમુક્ત
રાજ્યની તમામ પરીક્ષાઓમાં માત્ર પ્રાથમિક પરીક્ષામાં જ રૂપિયા 100નું ફી લાગુ પડશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં કોઈ ફી લાગુ નહીં પડે.


















Recent Comments